2022 ICC T20 World Cup Europe Qualifier A ની ફાઇનલમાં ઇટલીએ આઈલ ઓફ મેનને 7 વિકેટથી હરાવી યુરોપ રીઝનની ફાઈનલ ક્વોલીફાયરમાં પ્રવેશ કરી લીધો છે. આ ટુર્નામેન્ટમાં ક્રોએશિયાની ટીમે ડેબ્યુ કર્યું અને ટી-20 આંતરરાષ્ટ્રીય રમનારી 90 મી ટીમ બની હતી. આ અગાઉ ક્વોલીફાયર સીથી ડેનમાર્કે યુરોપ સીઝનની ફાઈનલ ક્વોલીફાયરમાં જગ્યા બનાવી હતી.

ફિનલેન્ડમાં 12 થી 19 જુલાઈ દરમિયાન રમાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 24 મેચો રમાઈ હતી. ગ્રુપ 1માં ઈટલીએ યજમાન ફિનલેન્ડ, સ્વીડન, ક્રોએશિયા અને ગ્રીસને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગ્રુપ 2 માં આઈલ ઓફ મેને સાયપ્રસ, રોમાનિયા, સર્બિયા અને તુર્કીને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ફિનલેન્ડે ત્રીજા સ્થાનની મેચમાં સાયપ્રસને 11 રનથી હરાવ્યું, પાંચમા સ્થાનની મેચમાં સ્વીડને રોમાનિયાને 8 વિકેટથી હરાવ્યું અને સાતમા સ્થાને તેની ડેબ્યૂ ટુર્નામેન્ટ રમી રહેલા ક્રોએશિયાએ સર્બિયાને 3 વિકેટથી હરાવ્યું હતું.

આઈલ ઓફ મેનના જ્યોર્જ બરોઝે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 210 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. બીજી તરફ, સ્વીડનના ઝાકિર ટાકાવીએ સૌથી વધુ 11 વિકેટ લીધી હતી, જેમાં તેણે એકવાર એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. સાયપ્રસના ચમલ સાદુને પણ તુર્કી સામે હેટ્રિકનો રેકોર્ડ બનાવ્યો હતો.

2022 ICC T20 World Cup Europe Qualifier B 24 થી 31 જુલાઈ દરમિયાન યોજાશે. આ ટુર્નામેન્ટની અન્ય ટીમ યુરોપ ક્ષેત્ર માટે અંતિમ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરશે, જ્યાં ઇટલી અને ડેનમાર્ક, જર્મની અને જર્સીએ તેને બાય તરીકે પહેલાથી જ જગ્યા બનાવી દીધી છે. યુરોપ ક્ષેત્રની બે ટીમો 2024 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.