ભારતીય ટીમે તાજેતરમાં સમાપ્ત થયેલી ODI સીરીઝમાં સાઉથ આફ્રિકાને 2-1 થી હરાવીને સીરીઝ જીતી લીધી હતી. તે જ સમયે, આ શ્રેણી જીત્યા પછી, ભારતીય ટીમને મોટો ફાયદો થયો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ મેન્સ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં જોરદાર ફાયદો થયો છે.

સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતને 9 રનથી હાર મળી હતી. આ હાર બાદ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ હતો, તે સમયે તેના 109 પોઈન્ટ હતા. તે જ સમયે, સીરીઝની છેલ્લી બે મેચમાં ભારતે વાપસી કરી અને બંને મેચ જીતીને શ્રેણી 2-1 થી કબજે કરી લીધી હતી. આ બંને મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર ફાયદો થયો અને વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં ટોપ પર કબજો કરી લીધો છે.

સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમને 20 પોઈન્ટનો ફાયદો થયો છે. આ બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમના કુલ 129 પોઈન્ટ થઈ ગયા છે. 129 પોઈન્ટ સાથે ભારતીય ટીમ હવે આ યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અમે તમને જણાવી દઈએ કે, 2023 ODI વર્લ્ડ કપની યજમાની કરી રહેલી ભારતીય ટીમ આ કારણોસર પહેલાથી જ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરી ચુકી છે.

ICC એ બે વર્ષ અગાઉ ODI સુપર લીગની શરૂઆત કરી હતી. ODI વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાંથી 8 ટીમો સુપર લીગ પછી સીધી ક્વોલિફાય થશે. તે સુપર લીગના પોઈન્ટ ટેબરના આધારે ક્વોલિફાઈ થશે. આ લીગના પોઈન્ટ ટેબલ પર ભારત 129 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, ઈંગ્લેન્ડ 125 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 120 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.