ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ છે, જેને કોઈ પણ ખેલાડી પોતાને નામ નોંધાવવા ઈચ્છતા નથી. આ છે ક્રિકેટના એવા રેકોર્ડ હોય છે, જેના કારણે ખેલાડી પોતાની જ ટીમને નુકસાન પહોંચાડે છે. IPL માં આવા ઘણા શરમજનક રેકોર્ડ બન્યા છે. આવો જ એક અનિચ્છનીય શરમજનક રેકોર્ડ IPL ના બે ઓલરાઉન્ડરોના નામે છે. આ ઓલરાઉન્ડરોએ IPLમાં 10-10 બોલ ફેંક્યા છે. T20 મેચોમાં, જ્યાં દરેક બોલ ખૂબ જ કાળજીપૂર્વક ખર્ચ કરવામાં આવે છે, આ બોલરોએ એક ઓવરમાં 4-4 વધારાના બોલ ફેંકીને તેમની ટીમ માટે ખૂબ ખર્ચાળ સાબિત થયા છે. તો આવો જાણીએ કોણ છે આ બે ઓલરાઉન્ડર….

રાહુલ તેવટિયા : IPL 2020 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રાહુલ તેવટિયાએ RCB સામે 10 બોલની ઓવર ફેંકી હતી. આરસીબીની ઇનિંગ્સની આ 9 મી ઓવર હતી. તેવટિયાએ આ ઓવરમાં કુલ 8 રન આપ્યા હતા. તેવટિયાએ આ ઓવરમાં સતત ત્રણ વાઈડ બોલ ફેંક્યા હતા. તેવટિયા દ્વારા 0 0 nb 1 2 wd wd wd 1 0 ઓવર ફેંકવામાં આવી હતી.

ડ્વેન બ્રાવો : વિન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે રાજસ્થાન રોયલ્સ સામે આવી જ શરમજનક ઓવર ફેંકી હતી. આ ઓવરમાં બ્રાવોએ 4 વાઈડ બોલ ફેંક્યા હતા. જોકે આ ઓવરમાં બ્રાવોએ માત્ર 6 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવો દ્વારા wd wd 0 0 1 0 1 wd wd 0 ઓવર ફેંકવામાં આવી હતી.