હોંગકોંગ સામે જીત મેળવી પાકિસ્તાને બનાવ્યો આ મોટો રેકોર્ડ

એશિયા કપ 2022 ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાને હોંગકોંગને ખરાબ રીતે હરાવ્યું હતું. તેમણે આ મેચ 155 રનથી જીતી લીધી હતી. આ જીત બાદ પાકિસ્તાનનો આગામી મુકાબલો ભારત સામે થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 4 સપ્ટેમ્બરે સુપર-4 મેચમાં સામ-સામે ટકરાશે. જ્યારે હોંગકોંગ પરની આ જીત સાથે પાકિસ્તાને પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, પાકિસ્તાન T20 ઈતિહાસમાં સૌથી વધુ રનથી મેચ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે.
એશિયા કપની આજે છઠ્ઠી મેચમાં પાકિસ્તાને હોંગકોંગને હરાવીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શારજાહમાં આજે 155 રનની જીત સાથે. પાકિસ્તાની ટીમે T20 ઈતિહાસમાં રનના મામલે બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. તે જ સમયે, આ યાદીમાં શ્રીલંકા પ્રથમ સ્થાને છે જેણે વર્ષ 2007માં કેન્યાને 172 રને હરાવ્યું હતું. તે જ સમયે, ભારતીય ટીમ ત્રીજા નંબર પર છે, જેણે વર્ષ 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું.
પાકિસ્તાનના 194 રનના ટાર્ગેટનો પીછો કરતા હોંગકોંગની ટીમ 10.4 ઓવરમાં માત્ર 38 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ટીમ માટે કેપ્ટન નિજકત ખાન અને યાસીમ મોર્તઝા ઓપનિંગ કરવા આવ્યા હતા. નિજકત માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને મુર્તઝાએ 2 રન બનાવ્યા હતા. બાબર હયાત પણ શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. કિંચિત શાહે 10 બોલમાં 6 રન બનાવ્યા હતા. એજાઝ ખાન 1 રન અને સ્કોટ મેકેની 4 રન બનાવીને આઉટ થયો હતો. તેવી જ રીતે સંપૂર્ણ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફથી શાદાબ ખાને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2.4 ઓવરમાં માત્ર 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નવાઝે 2 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ લીધી હતી. નસીમ શાહે 2 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાહનવાઝ દહાનીએ 2 ઓવરમાં 7 રન આપીને એક વિકેટ લીધી હતી.