પાકિસ્તાની મહિલા ક્રિકેટર સિદ્રા અમીને પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ

શુક્રવારે આયર્લેન્ડની ટીમ પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ સામે હતી. બંને ટીમો વચ્ચેની મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની 30 વર્ષીય બેટ્સમેન સિદ્રા અમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાસ્તવમાં સિદ્રા અમીને આયર્લેન્ડ સામેની આ મેચમાં 176 રન બનાવ્યા હતા. સિદરા અમીને પોતાની ઇનિંગ દરમિયાન 151 બોલનો સામનો કર્યો અને 20 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
તેમ છતાં મહિલા વનડે ક્રિકેટ ઈતિહાસમાં આ 5 મી સૌથી મોટી ઈનિંગ્સ છે. જ્યારે આ મેચની વાત કરીએ તો, સિદ્રા અમીનની શાનદાર ઇનિંગ્સના કારણે, પાકિસ્તાને આયર્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 3 વિકેટે 335 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જ્યારે જવાબમાં પાકિસ્તાને આયર્લેન્ડને માત્ર 207 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે પાકિસ્તાને આ મેચ 128 રને જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી નિદા ડારે ત્રણ જ્યારે ફાતિમા સના અને નશરા સંધુએ બે-બે વિકેટ ઝડપી હતી.
આ સાથે જ સિદ્રા અમીન સિવાય મુનીબા અલીએ પણ સર્વશ્રેષ્ઠ સદી ફટકારી હતી. મુનીબા અલીએ 114 બોલમાં 10 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 107 રન બનાવ્યા હતા. સિદ્રા અમીન અને મુનીબા અલીએ પ્રથમ વિકેટ માટે 211 રન જોડ્યા હતા. તમને જણાવી દઈએ કે, સિદરા અમીન પાકિસ્તાન માટે 150 પ્લસ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ જવેરિયા ખાનના નામે હતો. જવેરિયા ખાને શ્રીલંકા સામે અણનમ 133 રન બનાવ્યા હતા. જાવેરિયા ખાને વર્ષ 2015 માં આ કારનામું કર્યું હતું.