રવિન્દ્ર જાડેજા હવે IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન છે. એમએસ ધોનીએ તેમને ટીમની કમાન સોંપી છે. રવીન્દ્ર જાડેજા વર્ષ-દર-વર્ષે પોતાના પ્રદર્શનમાં સુધારો કરીને આ જવાબદારી સુધી પહોંચ્યો છે. IPL માં તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે 2000 થી વધુ રન બનાવ્યા છે અને 100 થી વધુ વિકેટ લીધી છે.

આવો છે જાડેજાનો IPL રેકોર્ડ

રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં 200 IPL મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 27.11ની બેટિંગ એવરેજથી 2386 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 128.07 રહી છે. તેણે IPLમાં બે વખત ફિફ્ટી ફટકારી છે. IPL માં તેના નામે 85 સિક્સર અને 176 ફોર છે. તેની સાથે જાડેજાએ બોલિંગમાં અત્યાર સુધીમાં 30.04 ની બોલિંગ એવરેજથી 127 વિકેટ ઝડપી છે. એટલે કે IPL માં દર 30 રન બાદ તેણે એક વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.61 રહ્યો છે. એટલે કે તેણે IPL માં પ્રતિ ઓવર 7.61 રનની એવરેજ રન આપ્યા છે. જાડેજાએ આઈપીએલમાં 3 વખત ચાર અને એક વખત પાંચ વિકેટ પણ લીધી છે. આઈપીએલમાં આટલો મજબૂત ઓલરાઉન્ડર રેકોર્ડ અન્ય કોઈ ખેલાડી પાસે નથી.

ગત સિઝનમાં જાડેજા શાનદાર રમત દેખાડી

આઈપીએલની છેલ્લી સિઝનમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગમાં તે નિયમિત રીતે વિકેટ લેતો હતો પરંતુ બેટિંગમાં તે અદ્દભૂત હતો. છેલ્લી સિઝનમાં તેણે 75.66 ની બેટિંગ એવરેજ સાથે રન બનાવ્યા હતા. IPL 2021 માં, તેણે 16 મેચોમાં કુલ 227 રન બનાવ્યા જ્યારે 9 વખત અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 145.51 રહી હતી. આ સાથે જ જાડેજાએ આ સિઝનમાં 13 વિકેટ પણ લીધી હતી.