IPL-2022 ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમના સ્થાને ટીમ મેનેજમેન્ટે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રવીન્દ્ર જાડેજા IPL માં આજે પ્રથમ વખત KKR સામે આજે કેપ્ટનશીપ કરશે અને મેદાનમાં ઉતરતાની સાથે જ તે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી શકશે. IPL-2022 ની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે.

રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી આઈપીએલમાં કુલ ચાર ટીમો તરફથી રમી ચુક્યા છે. તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત લાયન્સ, કોચી ટસ્કર્સ કેરળ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા કુલ 200 આઈપીએલ મેચ રમી છે. રવીન્દ્ર જાડેજા કેકેઆર સામે આજે કોઈ પણ ટીમની કેપ્ટનશીપની આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની એક અનોખી યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશે.

રવીન્દ્ર જાડેજા 200 આઈપીએલ મેચની સાથે આ યાદીમાં ટોચ પર રહેશે, ત્યારબાદ રોબીન ઉથપ્પા 193 મેચની સાથે બીજા, એબી ડી વિલિયર્સ (૧૮૪) ત્રીજા અને અંબાતી રાયડુ (૧૭૫) ચોથા સ્થાન પર છે. રવીન્દ્ર જાડેજા ચેન્નાઈના ત્રીજા કેપ્ટન છે, તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના ટીમની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે.