ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચની ભૂમિકા નિભાવી ચુકેલા સંજય બાંગરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ આઈપીએલ (IPL 2022) માટે હેડ કોચ તરીકે નિમણુક કર્યા છે. RCB એ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે.

સંજય બાંગર આ અગાઇ RCB ના બેટિંગ સલાહકાર પણ રહી ચુક્યા છે. IPL 2021 ના યુએઈ લીગમાં ટીમના ક્રિકેટ ઓપરેશનના ડાયરેક્ટર માઈક હેસનને ટીમના મુખ્ય કોચની ભૂમિકા નિભાવી હતી. આ અગાઉ વિરાટ કોહલીએ RCB ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તે આગામી વર્ષે જ લીગમાં બેંગ્લોર ટીમની આગેવાની સંભાળશે નહીં. પરંતુ તેમને આ ટીમ તરફથી રમતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

RCB ના હેડ કોચ બનાવવા પર સંજય બાંગરે જણાવ્યું છે કે, “તે RCB ના પ્રથમ IPL ટાઈટલ જીતવાના સપનાને સાકાર કરવાની દિશામાં કામ કરતા રહેશે. આટલી મોટી ફ્રેન્ચાઈઝીના હેડ કોચના રૂપમાં સેવા કરવી એક સમ્માન અને શાનદાર તક છે. મેં ટીમમાં કેટલાક અસાધારણ અને પ્રતિભાશાળી સભ્યો સાથે કામ પહેલા પણ કર્યું છે અને આ ટીમને આગલા સ્તર સુધી લઇ જવા માટે અને રાહ જોઈ શકતો નથી. આઈપીએલના મેગા ઓકશન અને લીગને લઈને અમારે ઘણા કામ કરવાની જરૂરીયાત છે. પરંતુ મને વિશ્વાસ છે કેમ મેનેજમેન્ટ અને સહયોગી સ્ટાફના સતત સમર્થનની સાથે, અમે વધુ સારા પરિણામો આપી શકીશું અને દુનિયાભરમાં ફેલાયેલ ટીમના ચાહકોને ખુશી આપી શકીશું.