આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલની પાસે ઈતિહાસ રચવાની તક છે. હર્ષલ પટેલ આઈપીએલની ૧૪ મી સીઝનમાં કોહરામ મચાવતા ૧૩ મેચમાં અત્યાર સુધી ૨૯ વિકેટ લઇ ચુક્યા છે. આરસીબીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચુકી અને ટીમને ઓછામાં ઓછી ૨ મેચ રમવાની છે. એવામાં હર્ષલ પટેલની પાસે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની તક છે. હર્ષલ પટેલ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને દિલ્લી કેપિટલ્સના ઝડપી બોલર કાગિસો રબાડાને પાછળ છોડવાના નજીક છે.

ડ્વેન બ્રાવોએ આઈપીએલ ૨૦૧૩ માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા ૧૮ મેચમાં ૩૨ વિકેટ લીધી હતી. તે વર્ષ મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ચેમ્પિયન પણ બની હતી. તેના સિવાય આઈપીએલ ૨૦૨૦ માં કાગીસો રબાડાએ ૧૭ મેચમાં ૩૦ વિકેટ લઈને દિલ્લી કેપિટલ્સને ફાઈનલમાં પહોંચવાની મહત્વની ભૂમિકા નિભાવી હતી. આઈપીએલમાં માત્ર આ બંને બોલર ૩૦ વિકેટનો આંકડો પ્રાપ્ત કરી ચુક્યા છે. આજે આરસીબીની મેચ દિલ્લી કેપિટલ્સથી છે અને બ્રાવો-રબાડા બાદ પટેલ પણ તેમની ક્લબમાં સામેલ થઈ શકે છે.

હર્ષલ પટેલ આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. આ અગાઉ આ રેકોર્ડ જસપ્રીત બુમરાહનો નામે હતો જેમને છેલ્લી સીઝનમાં કુલ ૨૭ વિકટ લીધી હતી. જ્યારે, ભુવનેશ્વર કુમારે વર્ષ ૨૦૧૭ ની સીઝનમાં કલુલ ૨૬ વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે આઈપીએલની ૬૧ મેચમાં અત્યાર સુધી ૭૫ વિકેટ લઇ ચુક્યા છે.