મુંબઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ની આગામી UAE T20 લીગમાં નવી ફ્રેન્ચાઇઝીની માલિકી મેળવવા માટે તૈયાર છે. એક નિવેદન અનુસાર, ‘આ પગલું વૈશ્વિક ફ્રેન્ચાઇઝી-આધારિત રમતોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ક્રિકેટ કામગીરીનું પ્રથમ મોટું વિદેશી વિસ્તરણ છે. ખાસ વાત એ છે કે, રિલાયન્સની પાસે ઇન્ડીયન પ્રીમિયર લીગની 5 મી વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સના પણ માલિકી અધિકાર છે.

મુંબઈ ઈન્ડિયન્સના સહ-માલિક નીતા અંબાણીએ જણાવ્યું છે કે, “હું આ નવી લીગ દ્વારા અમારા વૈશ્વિક ચાહક આધારને મજબૂત કરવા અને તેમની સાથે લાંબા ગાળાના જોડાણો બનાવવા માટે ઉત્સુક છું.” રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેંચર્સ લિમિટેડના માધ્યમથી આ ટીમની માલિકી અને સંચાલનના અધિકાર પ્રાપ્ત કરશે.

આ પગલું વૈશ્વિક ફ્રેન્ચાઇઝી આધારિત ક્રિકેટ લીગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્રિકેટ ઓપરેશનનું પ્રથમ મોટું વિદેશી વિસ્તરણ છે. કંપનીના ક્રિકેટ બિઝનેસમાં હવે સ્પોન્સરશિપ, કન્સલ્ટન્સી, બ્રોડકાસ્ટ અને ટેલેન્ટ મેનેજમેન્ટ સિવાય બે ક્રિકેટ ક્લબ સમાવેશ થશે. મુંબઈ ઇન્ડિયન્સના માધ્યમથી ઇન્ડીયન પ્રીમિયર લીગની આઠ સ્થાપક સભ્યોમાંથી એક છે.

UAE T20 લીગના અધ્યક્ષ અને ECBના ઉપાધ્યક્ષ ખાલિદ અલ ઝારૂનીનું માનવું છે કે, UAE T20 લીગમાં RIL નું રોકાણ UAEના વિઝન અને વર્લ્ડ ક્લાસ ક્રિકેટને પ્રોત્સાહન આપવાની ક્ષમતામાં કોર્પોરેટ ઉદ્યોગના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. “અમારો ધ્યેય UAE T20 લીગ દ્વારા UAEમાં ક્રિકેટમાં પરિવર્તન લાવવાનો છે. આરઆઈએલનો ટ્રેક રેકોર્ડ સાબિત થયો છે. RIL જેવી મોટી કંપનીનું લીગ સાથે જોડાણ અમારામાં વિશ્વાસ અને અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈ દર્શાવે છે.