ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે આજથી કેપટાઉનમાં ત્રણ ટેસ્ટની સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ અગાઉ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ મોરીસે ક્રિકેટના દરેક ફ્રોમેટથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. ક્રિસ મોરિસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ચાહકોને તેને લઈને જાણકારી આપી છે.

ક્રિસ મોરીસ હવે કોચિંગમાં હાથ અજમાવશે. તેમને સાઉથ આફ્રિકાની ઘરેલું ક્રિકેટ ટીમ ટાઇટન્સના કોચ બનાવવામાં આવ્યા છે. ક્રિસ મોરિસ IPL ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડી પણ હતા. IPL 2021 ની હરાજીમાં મોરીસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો. તેમની પહેલા યુવરાજ સિંહ હરાજીમાં વેચાવનાર સૌથી મોંઘો ખેલાડી હતો.

ક્રીસ મોરીસે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે, આજે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. મારી નાની અથવા પરંતુ આ સફર મોટી જેવી રહી હતી. તેમાં ભાગ લેનારા તમામ લોકોનો હું આભાર માનું છું. આ એકદમ રસપ્રદ યાત્રા હતી. ટાઇટન્સ ટીમમાં કોચિંગની ભૂમિકામાં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું  છે. ક્રીસ મોરીસ છેલ્લી વખત સાઉથ આફ્રિકા તરફથી 2019 વર્લ્ડ કપમાં રમ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તે સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. તેમને ત્રણે ફ્રોમેટ મળી કુલ ૬૯ મેચમાં ૯૪ વિકેટ પ્રાપ્ત કરી હતી.

તેમને ૨૨ વર્ષની ઉમરમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકા માટે નવેમ્બર 2012 અને જૂન 2013 માં પ્રથમ વનડે રમી હતી. તેમને તેના ૩ વર્ષ બાદ ૨૦૧૬ માં આ ઓલરાઉન્ડરે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.