દક્ષિણ આફ્રિકાની ટીમ 5 T-20 મેચોની શ્રેણી માટે ભારત પહોંચી ગઈ છે. સીરીઝની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પણ શ્રેણીની પ્રથમ મેચ માટે 5 જૂને દિલ્હી પહોંચશે. આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન રેઝા હેન્ડ્રીક્સ અને ક્વિન્ટન ડી કોક એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે આ મામલામાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી શકે છે.

બંને ટીમો વચ્ચેની T-20 મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ રોહિત શર્માના નામે છે. રોહિતે 13 મેચની 12 ઇનિંગ્સમાં 362 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 10 મેચની 9 ઇનિંગ્સમાં 254 રન બનાવ્યા છે. પરંતુ આ શ્રેણી માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રેઝા હેન્ડ્રિક્સ અને ક્વિન્ટન ડી કોક પાસે આ ખેલાડીઓને પાછળ છોડવાની તક છે.

ભારત-આફ્રિકા T-20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

રોહિત શર્મા : 362

સુરેશ રૈના : 339

જેપી ડુમિની: 295

વિરાટ કોહલી : 254

શિખર ધવન : 233

એબી ડી વિલિયર્સ : 208

એમએસ ધોની : 204

ફરહાન બેહાર્ડિયન : 146

ફાફ ડુ પ્લેસિસ : 143

જેક્સ કાલિસ : 140

ક્વિન્ટન ડી કોક : 137*

રેઝા હેન્ડ્રીક્સ : 137*

દરેક મેચમાં 25 રન બનાવવાના છે

જો ક્વિન્ટન ડી કોક અને રેઝા હેન્ડ્રીક્સને રોહિત શર્માને પાછળ છોડવા છે તો તેમને 5 T20 મેચોની શ્રેણીમાં 25 રન બનાવવા પડશે. એટલે કે આ ખેલાડીઓએ દરેક મેચમાં ઓછામાં ઓછા 25 રન બનાવવા પડશે. બીજી તરફ, વિરાટ કોહલીથી આગળ જવા માટે મુલાકાતી ખેલાડીઓને 117 રનની જરૂર છે.