ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે સેન્ચુરીયનમાં ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમી રહ્યું છે. આ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય વિકેટકીપર ઋષભ પંતે એક સ્પેશલ સદી પૂરી કરી હતી. તેમને વિકેટકીપર પોતાના ૧૦૦ શિકાર પૂર્ણ કર્યા હતા.

 

ઋષભ પંતે પોતાની ૨૬ મી ટેસ્ટમાં જ આ સિદ્ધી પ્રાપ્ત કરી લીધી અને તે ભારત તરફ સૌથી ઓછી ટેસ્ટમાં ૧૦૦ શિકાર કરનાર વિકેટકીપર બની ગયા છે. તેમને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રિદ્ધિમન શાહને પાછળ છોડી દીધા છે. આ બંને એ ૩૬ ટેસ્ટમાં ૧૦૦ શિકાર કર્યા છે. ત્યાર બાદ કરીન મોરે (૩૯ ટેસ્ટ), નયન મોંગિયા (૪૧ ટેસ્ટ) અને સૈયદ કિરમાની (૪૨ ટેસ્ટ) નું નામ આવે છે.

 

ઋષભ પંતે મોહમ્મદ શમીની બોલ પર ટેમ્બા બાવુમાનો કેચ પકડવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૧૦૦ શિકાર પુનર કર્યા હતા. ઋષભ પંતે આ મેચમાં અત્યાર સુધી ૩ કેચ પકડ્યા છે. તેમને પ્રથમ સાઉથ આફ્રિકી કેપ્ટન ડીન એલ્ગર, ટેમ્બા બાવુમાં અને ત્યાર બાદ વિયાણ મુલ્ડરનો વિકેટ પાછળ કેચ પકડ્યો હતો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોક આ યાદીમાં સૌથી આગળ છે, જેમને ૨૨ ટેસ્ટમાં વિકેટ પાછળ ૧૦૦ શિકાર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.