ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઈતિહાસ, એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક મોટું કારનામું કર્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49 મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. તેમને સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.
ઉત્તર પ્રદેશ સામે મહારાષ્ટ્રના ઓપનર ગાયકવાડે મેચની 49મી ઓવરમાં સિક્સરનો વરસાદ કર્યો હતો. આ ઓવરમાં તેણે ઉત્તર પ્રદેશના બોલર શિવા સિંહ પર 6 બોલમાં 7 સિક્સર ફટકારી હતી. આ 7 સિક્સરની મદદથી તેણે યુપી સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે આ મેચમાં 159 બોલમાં 220 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી.
1 ઓવરમાં 43 રન બનાવ્યા
ગાયકવાડે યુપી સામે સતત સાત સિક્સર ફટકારીને મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન બનાવ્યા હતા. યુપી સામેની તેની ઇનિંગ્સમાં તેણે લિસ્ટ A ના ઇતિહાસમાં સૌથી વધુ રન ઓવરની બરાબરી કરી છે. ગાયકવાડ પહેલા બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે બેવડી સદી ફટકારી હતી. તે મેચમાં તેણે 159 બોલમાં 220 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે આ મેચમાં પોતાની બેવડી સદી ખૂબ જ ખાસ રીતે પૂરી કરી હતી. વાસ્તવમાં, તેણે 49મી ઓવરમાં સતત 7 છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી. તે જ સમયે, તે રોહિત શર્મા, એન જગદીશન પછી એક ઇનિંગમાં 16 છગ્ગા મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.