ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દીધો છે. આ સાથે જ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે.

રોહિત શર્માએ અત્યાર સુધી 129 ટી20 મેચમાં 3443 રન બનાવ્યા છે. આ દરમિયાન ભારતીય કેપ્ટનની એવરેજ 32.48 છે જ્યારે બેસ્ટ સ્કોર 118 રન છે. જ્યારે, આ યાદીમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધી 116 T20 મેચોમાં 32.37 ની એવરેજથી 3399 રન બનાવ્યા છે, જ્યારે સૌથી વધુ સ્કોર 105 રન રહ્યો છે.

આ યાદીમાં ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 ટી20 મેચમાં 3308 રન બનાવ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટનની એવરેજ 50.12 છે અને બેસ્ટ સ્કોર 94 રન છે. આ સાથે મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T-20 માં 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી સાત ચોગ્ગા અને બે સિક્સર ફટકાર્યા હતા.