ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ નાગપુરમાં ચાલી રહી છે. ભારતીય ટીમને મેચ જીતવા માટે 8 ઓવરમાં 91 રન બનાવવાના હતા, પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, રોહિત શર્મા ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ 172-172 સિક્સર સાથે સંયુક્ત પ્રથમ નંબરે હતા, પરંતુ રોહિત શર્માએ નાગપુરમાં પ્રથમ સિક્સર ફટકારતા જ આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ રીતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ અત્યાર સુધી 138 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 176 સિક્સર ફટકારી છે. તેમ છતાં, ઇન્ટરનેશનલ T20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા ટોપ પર છે. આ સાથે જ ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ બીજા નંબર પર છે. માર્ટિન ગુપ્ટિલે 121 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 172 સિક્સર ફટકારી છે. જ્યારે ઈન્ટરનેશનલ ટી20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે.

વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ 79 ટી20 મેચમાં 124 સિક્સર ફટકારી છે. આવી રીતે રોહિત શર્મા અને માર્ટિન ગુપ્ટિલ પછી ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. જ્યારે આ યાદીમાં ચોથા નંબર પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન છે. તેણે 115 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 120 સિક્સર ફટકારી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પાંચમા નંબર પર છે. એરોન ફિન્ચે અત્યાર સુધી 94 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 119 સિક્સર ફટકારી છે.