ભારતે T20 સીરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે રોમાંચક જીત નોંધાવી છે. આ મેચમાં જીત સાથે કેપ્ટન રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે. રોહિત એક વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયા છે. તેમણે આ મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા છે. ધોનીએ વર્ષ 2016માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને રોહિત પહેલા તેને કોઈ તોડી શક્યું ન હતું.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે. જ્યારે આ મામલામાં ધોની બીજા સ્થાને રહ્યો છે. ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે વર્ષ 2016 માં 15 મેચ જીતી હતી. રસપ્રદ વાત એ છે કે, રોહિત દક્ષિણ આફ્રિકા સામે T20 ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ છે. ભારત તરફથી માત્ર બે ખેલાડીઓ જ આ કરી શક્યા છે. રોહિતની સાથે રૈનાએ પણ આ કમાલ કરી હતી.

એક વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન –

16 – રોહિત શર્મા (2022)*

15 – એમએસ ધોની (2016)