ભારતીય કેપ્ટન રોહિત શર્માનો ઇંગ્લેન્ડ સાથે લગભગ એ જ સંબંધ છે જેવો VVS લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સાથે અને મોહમ્મદ અઝહરુદ્દીનનો ઈડન ગાર્ડન્સ સાથે છે. રોહિત શર્માના બેટથી છેલ્લી બે સદી ઈંગ્લેન્ડ સામે આવી છે. તેણે ચેન્નાઈ અને ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. વાસ્તવમાં રોહિત શર્માનો ઈંગ્લેન્ડ સામેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ બેટ્સમેને ત્રણેય ફોર્મેટમાં 44 ની એવરેજથી રન બનાવ્યા છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા લગભગ એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. જો રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે સદી ફટકારવામાં સફળ રહેશે તો તે વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. આ મામલામાં ભારતીય કેપ્ટન મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને એબી ડી વિલિયર્સને પાછળ છોડી દેશે. આ સિવાય સઈદ અનવર પણ આ યાદીમાં સામેલ છે. વાસ્તવમાં, સચિન તેંડુલકર, એબી ડી વિલિયર્સ અને સઈદ અનવરે વિદેશી ધરતી પર 7 વખત સદીનો આંકડો પાર કર્યો છે.

સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે ભારતની ધરતી પર 7 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે UAE માં 7 સદી ફટકારી છે. આ સિવાય પાકિસ્તાની બેટ્સમેન સઈદ અનવરે UAE માં 7 સદી ફટકારી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 7 સદી ફટકારી છે. જો તે વધુ 1 સદી બનાવવામાં સફળ રહેશે તો તે આ યાદીમાં આગળ નીકળી જશે.