શ્રીલંકા લેજેન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ T20 2022 ની પાંચમી મેચમાં ઈંગ્લેન્ડ લેજેન્ડ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન તિલકરત્ને દિલશાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ લેજેન્ડ્સની ટીમ 19 ઓવરમાં માત્ર 78 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ માટે ઈયાન બેલે 24 બોલમાં 15 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ સિવાય બાકીના બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકા લેજેન્ડ્સ માટે સનથ જયસૂર્યા સૌથી સફળ બોલર રહ્યો હતો.

સનથ જયસૂર્યાએ શ્રીલંકા લેજેન્ડ્સ માટે શાનદાર બોલિંગ કરી હતી. સનથ જયસૂર્યાએ પોતાની 4 ઓવરમાં માત્ર 3 રન આપીને ઈંગ્લેન્ડ લેજેન્ડ્સના 4 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સિવાય સનથ જયસૂર્યાએ 2 ઓવર મેડન્સ ફેંકી હતી. આ સિવાય નુવાન કુલશેખરા અને ચમારા ડી સિલ્વાને 2-2 સફળતા મળી હતી. જ્યારે ઈશરુ ઉડાના અને જીવન મેન્ડિસે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. સનથ જયસૂર્યાની આગેવાની હેઠળના શ્રીલંકાના દિગ્ગજ બોલરો સામે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડ લેજેન્ડ્સ 19 ઓવરમાં 78 રનમાં સમેટાઈ ગઈ હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ લેજેન્ડ્સની ટીમ 19 ઓવરમાં માત્ર 78 રન જ બનાવી શકી હતી. આ રીતે શ્રીલંકા લેજેન્ડ્સને જીતવા માટે 20 ઓવરમાં 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડ લેજેન્ડ્સના 78 રનના જવાબમાં શ્રીલંકા લિજેન્ડ્સે 14.3 ઓવરમાં 3 વિકેટે 79 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકા લેજેન્ડ્સ તરફથી દિલશાન મુનાવીરાએ 43 બોલમાં 24 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન તિલકરત્ને દિલશાને 21 બોલમાં 15 રન બનાવ્યા હતા. આ સિવાય ઉપુલ થરંગાએ 19 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે જીવન મેન્ડિસ 4 બોલમાં 8 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ તરફથી સ્ટીફન પેરી, ક્રિસ સ્કોફિલ્ડ અને દિમિત્રી માસ્કરેનહોસે 1-1 વિકેટ લીધી હતી.