સંદીપ લામિછાન પર સગીરાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, 17 વર્ષની છોકરીએ નોંધાવી FIR

નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન અને IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ લેગ સ્પિનર સંદીપ લામિછાને પર કાઠમંડુની એક યુવતીએ દુષ્કર્મ આરોપ લગાવ્યો છે. 17 વર્ષની યુવતીની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. યુવતીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, લામિછાનેએ તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
સંદીપ લામિછાને હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં રમવા માટે વેસ્ટ ઈન્ડિઝમાં છે. તેમણે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. નેપાળ પોલીસે સમાચાર એજન્સી ANI થી જણાવ્યું હતું કે, “નેપાળ પોલીસે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને વિરુદ્ધ દુષ્કર્મની કથિત ફરિયાદની તપાસ શરૂ કરી દીધી છે.
કાઠમંડુ જિલ્લા પોલીસ રેન્જના વડા ભરત બહાદુર બોહોરાએ જણાવ્યું છે કે, શહેરની ગૌશાળાના પોલીસ વર્તુળે બુધવારે ફરિયાદ નોંધાવી હતી. “પોલીસ આવી ગંભીર ઘટનાઓ પ્રત્યે સંવેદનશીલ છે. કાઠમંડુ વેલી પોલીસ ઓફિસના વડા રવિન્દ્ર પ્રસાદ ધાનુકે જણાવ્યું હતું કે, અમે મેડિકલ ટેસ્ટ બાદ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
22 વર્ષીય લામિછાને 2018 અને 2019 ની સિઝનમાં IPL માં રમ્યો હતો. તેમને 9 IPL મેચમાં 13 વિકેટ લીધી છે. T20I ક્રિકેટમાં, લામિછાનેએ નેપાળ માટે 44 મેચમાં 85 વિકેટ લીધી છે.