ભારતની સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાને સંયુક્ત અરબ અમીરાત (UAE) ની સરકારે ગોલ્ડન વિઝા આપી દીધો છે. સાનિયા મિર્ઝાને ત્રીજી એવી ભારતીય બની ગઈ છે જેને UAE તરફથી ગોલ્ડન વિઝા મળ્યો છે. સાનિયા મિર્ઝા સિવાય તેમના પતિ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્ય શોએબ મલિકને પણ UAE સરકાર તરફથી ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. ગોલ્ડન વિઝા મળ્યા બાદ સાનિયા મિર્ઝા રમતોથી જોડાયે કોઈ પણ બિઝનેશ શરુ કરી શકે છે.

હૈદરાબાદની રહેનારી ૩૪ વર્ષીય મિર્ઝા અને પાકિસ્તાનના સિયાલકોટના રહેનાર ૩૯ વર્ષના મલિકે ૨૦૧૦ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાનિયા મિર્ઝા અને શોએબ મલિક દુબઈમાં રહે છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું એક ત્રણ વર્ષનો પુત્ર છે, જેનું નામ ઈજહાન છે.

UAE સરકારે ૨૦૧૯ માં વિઝા માટે એક નવી સીસ્ટમ તરીકે ગોલ્ડન વિઝા સ્થાપના કરવામાં આવી હતી. તેને વિદેશીઓને રાષ્ટ્રીય પ્રાયોજકની જરૂર વગર દેશમાં રહેવા અને વ્યવસાય કરવાની મંજુરી આપે છે. આ વિઝા પાંચ કે ૧૦ વર્ષના સમયગાળા માટે છે. ગોલ્ડન વિઝા પણ આપમેળે રેન્યુ પણ થઈ જાય છે.