ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર નિવેદન આપી ચર્ચામાં રહે છે. સંજય માંજરેકરે તાજેતરમાં ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર્સની યાદી બતાવી હતી, જેમાં તેમને સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સામેલ કર્યા નહોતા. સંજય માંજરેકરે તેનું કારણ પણ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, અશ્વિનનું સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડમાં રેકોર્ડ સારો નથી.

આ દરમિયાન માંજરેકરની એક ચેટ લીક થઈ ગઈ છે, જેમાં તે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો મજાક ઉડાવી રહ્યા છે. સંજય માંજરેકરની આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટ્વીટર પર સૂર્યનારાયણ નામના એક યુઝર્સે આ ચેટને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

યુઝર્સે લખ્યું છે કે, “હું આ વ્યક્તિગત ચેટને સાર્વજનિક રૂપથી શેર કરવામાં માંગતો હતો, ભલે આ બકવાસથી ભરેલ હોય. કેમકે લોકોને આ વ્યક્તિના આ પક્ષને પણ જાણવાની જરૂરીયાત છે.

યુઝર્સે લખ્યું છે કે, સંજય માંજરેકર પોતાની બકવાસ વાતો દ્વારા ચર્ચામાં રહેવા માંગે છે. તે રવિચંદ્રન અશ્વિનનું ૧૦ ટકા પણ મહત્વ ધરાવતા નથી. ત્યારબાદ, સંજય માંજરેકરે પર્સનલ મેસેજ કરી તે યુઝર્સને જવાબ આપ્યો હતો.

આ ચેટને આ યુઝર્સે પોસ્ટ કરી છે. સંજય માંજરેકરે યુઝર્સને તેમના ટ્વીટનો જવાબ આપતા જણાવ્યું અને કહ્યું તમે પણ મારા વિશેમાં કંઈપણ કહી શકતા નથી કેમકે તમે મારા ૧ ટકા પણ નથી. ત્યાર બાદ યુઝર્સે સંજય માંજરેકને તે વાતની યાદ અપાવી જ્યારે ૨૦૧૯ માં રવીન્દ્ર જાડેજાએ તેમનો ઉધડો લીધો હતો.

યુઝર્સના આ મેસેજ બાદ સંજય માંજરેકર ગુસ્સે થઈ ગયા. તેમને જાડેજાના વિશેમાં લખ્યું કે, “તમે મારાથી આશા કરો છો કે હું પણ તમારી જેમ ખેલાડીઓની પૂજા કરું. હું ફેન નથી હું એનાલિસ્ટ છુ. અને રવીન્દ્ર જાડેજાને અંગ્રેજી નથી આવડતી તો તેમને તે વાતની જાણ જ નહોતી જે મેં તેમની કહી હતી (બીટ્સ એન્ડ પીસ ક્રિકેટર) અને કોઈએ વર્બલ ડાયરિયા શબ્દનો અર્થ પણ તેમને જણાવ્યો જ હશે.”