મહાન સ્કોટિશ બેટ્સમેન Calum MacLeod એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 2007 માં ડેબ્યૂ કરનાર Calum MacLeod એ સ્કોટલેન્ડ માટે 229 મેચ રમી છે. સંન્યાસ લીધા બાદ તેણે જણાવ્યું છે કે, 1999 ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સ્કોટલેન્ડની મેચ જોયા બાદ તેને ક્રિકેટ રમવાની પ્રેરણા મળી હતી. તેણે તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લીધો હતો.

Calum MacLeod એ નિવૃત્તિ લીધા પછી જણાવ્યું કે, “આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવી મુશ્કેલ છે કારણ કે અમે જે સફળતા હાંસલ કરવા માટે આવ્યા હતા તે મેળવી શક્યા નથી. હું આ ટીમને આ આશા સાથે છોડી રહ્યો છું કે, જો યોગ્ય તકો અને સમર્થન આપવામાં આવે તો આ ટીમ ઘણી આગળ વધશે અને ઘણા લોકોને પ્રેરણા આપશે. મને મારા દેશ માટે 229 વખત રમવાની તક મળી તે માટે હું ખૂબ જ ગર્વ અનુભવું છું. મને લાગે છે કે, મેં રમવાનું શરૂ કર્યું ત્યારથી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં છે.”

પાંચ વર્લ્ડ કપ રમી ચૂકેલા Calum MacLeod એ 2018 માં પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ સામેની ODI મેચમાં તેણે 140 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના કારણે સ્કોટલેન્ડે 371 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યાર બાદ સ્કોટલેન્ડના બોલરોએ રોમાંચક મેચમાં પોતાની ટીમને ચાર રને જીત અપાવી હતી. 33 વર્ષીય Calum MacLeod એ 87 વનડેમાં 3024 રન બનાવ્યા છે જેમાં 10 સદી અને 13 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 64 T20 ઈન્ટરનેશનલ મેચમાં 1239 રન બનાવ્યા છે.