ભારત અને શ્રીલંકાની વચ્ચે કોલંબોમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી ૭ વિકેતે જીત પ્રાપ્ત કરી હતી. ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં ૧-૦ ની લીડ બનાવી લીધી છે. શિખર ધવને પોતાની કેપ્ટનશીપથી પણ આ મેચમાં બધાને ઘણા પ્રભાવિત કર્યા છે. શિખર ધવને આ મેચમાં અણનમ ૮૬ રન બનાવી ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. તેમને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના એક રેકોર્ડને છોડી ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં શિખર ધવને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.

શિખર ધવન આ મેચમાં અડધી સદી ફટકારતા શ્રીલંકા સામે ૧૦૦૦ રન બનાવનાર ૧૩ માં ભારતીય બેટ્સમેન બની ગયા છે. આ યાદીમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા નામે સામેલ છે.

શિખર ધવને ૧૪૦ મી ઇનિંગમાં ૬૦૦૦ રન પુરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. તેમને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી દીધો હતો. સૌરવ ગાંગુલીએ ૧૪૭ ઇનિંગમાં ૬૦૦૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ માત્ર ૧૩૬ ઇનિંગમાં ૬૦૦૦ રન પુરા કરી લીધા હતા. વિરાટ કોહલી બાદ સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવનાર શિખર ધવન બીજા ભારતીય બેટ્સમેન છે.

શિખર ધવન શ્રીલંકા સામે કેપ્ટનશીપમાં ડેબ્યુ કરી સૌથી ઉમરલાયક કેપ્ટન બની ચુક્યા છે. તેમના નામે આ અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. શિખર ધવન આ સમયે ૩૫ વર્ષ ૨૨૫ દિવસ છે. આ અગાઉ મોહિન્દર અમરનાથ ૩૪ વર્ષ ૩૭ દિવસની ઉમરમાં કેપ્ટન બન્યા હતા. તેમને ૩૭ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો.