ભારતીય ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક આ દિવસોમાં તેમના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાની અટકળોએ ચર્ચા પકડી છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે આવી છે અને તે શોએબ મલિક સાથે લગ્ન કરવાની છે. હવે આયશા ઉમરે આ મામલે મૌન તોડીને યોગ્ય જવાબ આપ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિક અને આયેશા ઉમરનું એક ફોટોશૂટ ભૂતકાળમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાર બાદ સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે અણબનાવના સમાચારો તેજ બન્યા છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરે શોએબ મલિક સાથે લગ્નની અફવાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક યુઝરે આયેશા ઉમરને પૂછ્યું કે, શું તમારા બંને (આયેશા-શોએબ) ના લગ્નનો કાર્યક્રમ છે.

 

તેના પર આયેશાએ બેફામ જવાબ આપતા લખ્યું છે કે,  જી નહીં આ તદ્દન ખોટું છે. તે પરણેલો છે. શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે ખૂબ જ ખુશ છે. હું શોએબ અને સાનિયાનું દિલથી સન્માન કરું છું. દુનિયામાં આપણા જેવા ઘણા સંબંધો છે જે એકબીજાનું સંપૂર્ણ સન્માન કરે છે અને કાળજી રાખે છે. હું અને શોએબ ઘણા સારા મિત્રો છીએ.