રાંચીમાં રમાયેલી ત્રણ મેચની ODI સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવી દીધું હતું. આ સાથે ભારતીય ટીમે લખનૌમાં મળેલી હારનો બદલો લીધો અને સીરીઝ 1-1 થી બરાબર કરી લીધી હતી. હવે સીરીઝની નિર્ણાયક મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 278 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 46 મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. શ્રેયસ અય્યર અને ઈશાન કિશન ભારતની આ જીતના હીરો હતા.

શ્રેયસ અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. તે જ સમયે, ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

સાઉથ આફ્રિકા તરફથી મળેલા 279 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. 28 ના કુલ સ્કોર પર કેપ્ટન શિખર ધવન 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ 48 ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તેને કાગીસો રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો.

ત્યાર બાદ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે કમાલ કરી દેખાડ્યો છે. બંનેએ ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી હતી. ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

ઈશાનના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે આક્રમક અભિગમ અપનાવ્યો હતો. સંજુ સેમસને પણ તેને સારો સાથ આપ્યો હતો. અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. જ્યારે, સેમસન 36 બોલમાં 30 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

આ અગાઉ સાઉથ આફ્રિકાએ એડન માર્કરામ 79 અને રીઝા હેન્ડ્રીક્સ 74 ની શાનદાર ઇનિંગના કારણે 50 ઓવરમાં 7 વિકેટે 278 રન બનાવ્યા હતા. બોલિંગમાં ભારત માટે મોહમ્મદ સિરાજે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી.