ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની લવ લાઈફના લીધે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલા છે. વાસ્તવમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણી જગ્યાએ એકસાથે સ્પોટ પણ થયા છે, ત્યાર બાદ આ વાતોની ચર્ચા વધુ વધી છે. હવે એકબીજાને ડેટ કરવાના સમાચારો પર શુભમન ગીલે મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમ ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગીલે હાલમાં જ પ્રખ્યાત પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લા’માં ભાગ લીધો હતો. પ્રીતિ અને નીતિ સિમોઝના આ લોકપ્રિય શો દરમિયાન, હોસ્ટ સોનમ બાજવાએ શુભમન ગિલને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સોનમે શુભમન ગિલને પૂછ્યું કે, બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી કોણ છે? જેના પર શુભમન ગિલે કોઈ ખચકાટ વગર સારા અલી ખાનનું નામ લીધું હતું. ત્યાર બાદ સોનમ બાજવાએ વિલંબ કર્યા વિના, શુભમનને આગળનો પ્રશ્ન પૂછ્યો, “શું તમે સારા અલી ખાનને ડેટ કરી રહ્યા છો?” આ સવાલના જવાબમાં શુભમને કહ્યું ‘કદાચ’. આ પછી શુભમને કહ્યું કે, કદાચનો અર્થ હા અને ના બંને થાય છે. શુભમને તેના અને સારાના સંબંધોને ચાલુ કરીને જવાબ આપ્યો, પરંતુ તેણે ઇશારામાં ઘણું કહી દીધું હતું.

વાસ્તવમાં શુભમન ગિલ અને સારા અલી ખાન ઘણી જગ્યાએ જોવા મળ્યા છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી સારા અને શુભમન ગિલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં બંને એક હોટલમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચેના સંબંધોને લઈને સતત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે બંનેએ હજુ સુધી પોતાના રિલેશનશિપ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી, પરંતુ અત્યારે તેમના રિલેશનશિપ વિશે કંઈપણ કહેવું ખોટું હશે.