ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ સામેની બીજી ODI માં ખૂબ જ વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. સ્મૃતિ મંધાના ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનારી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ અગાઉ શિખર ધવન અને વિરાટ કોહલીએ ભારત તરફથી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કર્યા છે.

શિખર ધવને 72 ઇનિંગ્સમાં 3000 ODI રન પૂરા કર્યા છે. જ્યારે, કોહલીએ 75 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. મંધાનાએ 76મી ઇનિંગ્સમાં કોહલી કરતાં વધુ ઇનિંગ રમીને આ સ્થાન હાંસલ કર્યું હતું. જો કે આ સ્થાન હાંસલ કરવામાં ભારતીય મહિલાઓમાં મંધાના સૌથી આગળ છે.

ડાબા હાથના ઓપનરે 2013 માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફોર્મેટમાં તેણે પાંચ સદી અને 24 અડધી સદી ફટકારી છે, અને તે ફોર્મેટમાં 3000 રન પૂરા કરનાર મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર પછી ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. સૌથી ઝડપી ભારતીય મહિલા ક્રિકેટરના મામલામાં, મંધાનાએ ભૂતપૂર્વ કેપ્ટન મિતાલીને પાછળ છોડી દીધી, જેણે 88 ઇનિંગ્સમાં 3000 રનનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.

કુલ 22 મહિલા ખેલાડીઓએ 3000 થી વધુ ODI રન બનાવ્યા છે, પરંતુ સ્મૃતિ મંધાનાની સરખામણીમાં માત્ર બેએ જ ઝડપી આ સિદ્ધી પ્રાપ્ત કરી છે, જેમાં બેલિન્ડા ક્લાર્ક (62 ઇનિંગ્સ) અને મેગ લેનિંગ (64 ઇનિંગ્સ) સામેલ છે.

વનડેમાં તેણીની શરૂઆતથી, માત્ર સાત મહિલા બેટ્સમેનોએ ફોર્મેટમાં તેના કરતા વધુ રન બનાવ્યા છે. તેમ છતાં અત્યારે માત્ર ત્રણ જ મહિલા આ સમયે વનડેમાં પચાસ કે તેથી વધુ રન બનાવ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરીઝ એ ICC મહિલા ચેમ્પિયનશિપ ચક્રમાં ભારત માટે બીજી સીરીઝ છે. આ ટુર્નામેન્ટ 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર નક્કી કરશે.