સાઉથ આફ્રિકાએ વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતને 9 રને હરાવી દીધું હતું. લખનૌમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 40-40 ઓવરની કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ ભારત સામે ખાસ અડધી સદી પૂરી કરી હતી. આફ્રિકન ટીમ વનડે મેન્સમાં ભારત સામે 50 જીત નોંધાવનારી પાંચમી ટીમ બની ગઈ છે.

ભારત સામે મેન્સ વનડેમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે અત્યાર સુધી 80 વનડે જીતી છે. જ્યારે પાકિસ્તાન આ મામલે બીજા સ્થાને છે. પાકિસ્તાને 73 મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝ 63 જીત સાથે ત્રીજા સ્થાને છે. શ્રીલંકાએ ભારત સામે 57 વનડે જીતી છે. તે ચોથા સ્થાને છે. હવે આફ્રિકાની ટીમ 50 મી જીત નોંધાવીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

મહત્વપૂર્ણ છે કે, પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેવિડ મિલરે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે 63 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. મિલરની ઇનિંગ્સમાં 3 સિક્સર અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ક્લાસને અણનમ 74 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. સંજુ સેમસને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે અણનમ 86 રન બનાવ્યા હતા.

મેન્સ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ભારત સામે સૌથી વધુ મેચ જીતનાર ટીમો –

80 – ઓસ્ટ્રેલિયા

73 – પાકિસ્તાન

63 – વેસ્ટ ઈન્ડિઝ

57 – શ્રીલંકા

50 – સાઉથ આફ્રિકા*