ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 T-20 મેચોની સીરીઝની પ્રથમ મેચ 9 જૂનના દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમો જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. આફ્રિકન ટીમ સામેની ટી-20 સિરીઝ માટે ઘણા સિનિયર ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, મુલાકાતી ટીમની નજર ભારતને હરાવવા પર રહેશે. બીજી તરફ લોકેશ રાહુલ તેમની કેપ્ટનશીપમાં ભારતને જીત અપાવવા માંગે છે.

આફ્રિકન ટીમે દ્વારા ભારતને હરાવવા માટે જોરદાર દાવ લગાવવામાં આવી રહ્યો છે. મહેમાન ટીમ દ્વારા 14 વર્ષના ભારતીય ક્રિકેટર રૌનક વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૌનકે દિલ્હી ક્રિકેટમાં ઘણા સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે. આફ્રિકાની ટીમે નેટ બોલર તરીકે વાઘેલાનો ઉમેરો કર્યો છે. ટીમનો પ્રયાસ એ છે કે, તેમના બેટ્સમેનો ભારતીય સ્પિન આક્રમણનો સામનો કરતા પહેલા નેટમાં સ્પિનની સારી પ્રેક્ટિસ કરે.

કુલદીપને ખતરો જણાવ્યો હતો

રૌનક લેફ્ટ આર્મ સ્પિન બોલર છે. કુલદીપ યાદવ પણ ભારતીય ટીમમાં લેફ્ટ આર્મ સ્પિનર છે. થોડા સમય પહેલા આફ્રિકન કેપ્ટન ટેમ્બા ટેમ્બા બાવુમાએ કુલદીપને પોતાની ટીમ માટે ખતરો ગણાવ્યો હતો, તેથી હવે રૌનક આફ્રિકન બેટ્સમેનોને નેટ્સમાં ડાબોડી સ્પિનની પ્રેક્ટિસ કરાવે છે. આ સિદ્ધિ પર રૌનક કહે છે કે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને બોલિંગ કરવી મારા માટે સૌભાગ્યની વાત છે. હું આ અનુભવને કાયમ માટે સાચવી રાખવા ઈચ્છું છું.