શ્રીલંકાએ ટી20 વિશ્વ કપ માટે કરી ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવનારી 2022 T20 વર્લ્ડ કપ માટે તેમની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમ ઉપરાંત બોર્ડે આ ટુર્નામેન્ટ માટે પાંચ રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરી છે. તેમ છતાં ઘણા ઈજાગ્રસ્ત ખેલાડીઓને પણ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી છે.
શ્રીલંકાએ 2022 T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારાને પણ સામેલ કર્યા છે. તેમ છતાં પ્લેઈંગ ઈલેવનમાં તેની પસંદગી ફિટનેસ પર નિર્ભર રહેશે. આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.
બીજી તરફ શ્રીલંકાએ તેને જોતા પાંચ ખેલાડીઓને રિઝર્વમાં રાખ્યા છે. જેમાં અશેન બંદારા, પ્રવીણ જયવિક્રમા, દિનેશ ચાંદીમલ, બિનુરા ફર્નાન્ડો અને નુવાનિડુ ફર્નાન્ડો સામેલ છે.
2022 T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમ : દાસુન શનાકા (કેપ્ટન), દાનુષ્કા ગુણાથિલાકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, ધનંજયા ડી સિલ્વા, વનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, જેફરી વેંડરસે, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા (ફિટનેસના આધારે), લાહીરું કુમારા (ફિટનેસ આધારે), દિલશાન મદુશંકા અને પ્રમોદ મધુશન.