સ્ટીવ સ્મિથ ત્રીજા નંબરે બેટિંગ કરશે, કેપ્ટન ફિન્ચ નું સંપૂર્ણ સમર્થન મળ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ આજથી શરૂ થવા જઈ રહી છે. મિશેલ માર્શની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામે આ શ્રેણીમાં ત્રીજા નંબર પર બેટિંગને લઈને નવી સમસ્યા ઉભી થઈ છે. જોકે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર માટે સ્ટીવ સ્મિથ પર દાવ લગાવી શકે છે. કેપ્ટન એરોન ફિન્ચે સ્ટીવ સ્મિથને ત્રીજા નંબર માટે ફિટ ગણાવ્યો હતો.
તેમ છતાં આ નંબર પર સ્મિથ રમવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્ટીવ સ્મિથ T20 ફોર્મેટમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં સ્મિથે 23 ની એવરેજ અને 97.18 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ પછી સ્મિથને માત્ર 5 T20 રમવાની તક મળી હતી.
એરોન ફિન્ચે સ્મિથને ત્રીજા નંબરે રમવા માટે સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને જણાવ્યું છે કે, માર્શ આ સિરીઝમાં રમી રહ્યો નથી. સ્મિથ અમારી પાસે એવા વિકલ્પો છે જે ત્રીજા નંબર પર બેટિંગ કરતા જોવા મળશે.
એરોન ફિન્ચે આગળ જણાવ્યું છે કે, “અમે સ્મિથની ગુણવત્તા જાણીએ છીએ. સ્મિથ ત્રણેય ફોર્મેટમાં અમારો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. સ્મિથને રમતની સારી સમજ છે. સ્મિથ જાણે છે કે મેચ દરમિયાન દરેક પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી. સ્મિથ ટીમની દરેક ભૂમિકામાં ફિટ બેસે છે.
ભારત સામે રમાનારી આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા તેના મુખ્ય ખેલાડીઓ ડેવિડ વોર્નર, માર્નસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્ક વગર મેદાનમાં ઉતરશે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, કેપ્ટન ફિન્ચ પણ તેના તમામ વિકલ્પો અજમાવવા માંગે છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડ ઓસ્ટ્રેલિયા માટે ત્રણ મેચની T20 સીરીઝમાં ડેબ્યૂ કરશે. આ સિવાય કેમેરોન ગ્રીન પણ આ સીરીઝમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં જોવા મળશે.