શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ શુક્રવારથી ગાલેમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન સ્ટીવ સ્મિથે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. આ સદીની મદદથી તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સ્ટીવન સ્મિથ સક્રિય ખેલાડીઓની યાદીમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે જો રૂટની બરાબરી કરી લીધી હતી.

ગાલે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સ્ટીવન સ્મિથ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતો. જ્યારે આ સમાચાર લખતા સમયે સ્ટીવન સ્મિથ 208 બોલનો સામનો કરીને 107 રન બનાવી રમી રહ્યા હતા. સ્મિથે 14 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ સદીની મદદથી તેણે ખાસ મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. સ્ટીવન સ્મિથ સક્રિય ખેલાડીઓની યાદીમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રૂટની બરાબરી પણ કરી લીધી છે.

સ્મિથ પહેલા સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ રૂટના નામે હતો. તેણે 28 સદી ફટકારી છે. જ્યારે સ્મિથે પણ ગાલેમાં સદી ફટકારીને તેની બરાબરી કરી લીધી છે. આ સાથે જ કોહલીએ 27 ટેસ્ટ સદી ફટકારી છે. આ મામલે કેન વિલિયમસન ત્રીજા સ્થાને છે. તેણે 24 સદી ફટકારી છે. ડેવિડ વોર્નર પણ 24 સદી સાથે ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, સ્મિથે 18 મહિના બાદ ટેસ્ટ સદી ફટકારી છે. જાન્યુઆરી 2021 પછી તેમણે એક પણ ટેસ્ટ સદી ફટકારી નહોતી. એક મહત્વની વાત એ છે કે તેમની એવરજ 60 ને પાર પહોંચી ગઈ છે.

સક્રિય બેટ્સમેનોમાં સૌથી વધુ ટેસ્ટ સદી
સ્ટીવ સ્મિથ – 28
જો રૂટ – 28
વિરાટ કોહલી – 27
કેન વિલિયમસન – 24
ડેવિડ વોર્નર – 24