ચેન્નાઈ સુપર કિંગ્સના મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં હાર બાદ આઈપીએલમાં ચેન્નાઈની સફર સમાપ્ત થઈ ગઈ છે. ત્યાર બાદ ચેન્નાઈ આઈપીએલ 2022 થી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ધોનીના સંન્યાસના સમાચાર તેજ થઈ ગયા છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓગસ્ટ 2020 માં નિવૃત્તિ લઇ ચુક્યા છે. તે હવે માત્ર IPL માં જ રમતા જોવા મળે છે. જ્યારે હવે ભૂતપૂર્વ ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કરે ધોનીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ધોનીની નિવૃત્તિ વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, ધોની પણ રમતને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે આવનારા સમયમાં પણ IPL ના ભાગ બન્યા રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તમારે જોવું પડશે કે, તે મુંબઈ ઈન્ડિયન્સ સામે કેવી રીતે રમ્યા છે. તેની બેટિંગ પરથી સ્પષ્ટ થાય છે કે, તે રમત પ્રત્યે ખૂબ જ ઉત્સુક છે. તે મેદાન પર પણ સારો દેખાવ કરી રહ્યા છે. તેઓ એક છેડેથી બીજા છેડે દોડી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તે હજી પણ રમતને લઈને ઉત્સાહિત છે. તે તેને વહેલી બેટિંગમાં આવવાની તક તરીકે જોઈ રહ્યો છે. આ સિઝનમાં તે સતત આ કામ કરી રહ્યો છે. જેનો અર્થ છે કે, તે આ સિઝન પછી પણ નિવૃત્તિ લેશે નહીં. હા, તેઓ રમવાનું ચાલુ રાખશે. જેમ કે, તેણે 2020 પછી કહ્યું હતું.

ચેન્નાઈના બેટ્સમેનો મુંબઈ સામે કંઈ ખાસ કરી શક્યા ન હતા. આ દરમિયાન અડધી ટીમ 50 રનના સ્કોર સુધી જ પરત ફરી હતી. ત્યાર બાદ તેમણે આ મેચમાં 33 બોલમાં 36 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની આ ઈનિંગના કારણે ચેન્નાઈની ટીમ પણ 97 રન બનાવી શકી હતી.