ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજાને ઈજાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. હવે BCCI એ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ માટે રવિન્દ્ર જાડેજાના સ્થાને સ્ટેન્ડબાય પ્લેયરના નામની જાહેરાત કરી છે. ODI અને T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય સૌરભ કુમાર સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ભારતીય ટીમનો ભાગ હશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ODI સીરીઝની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે સીરીઝની બીજી મેચ 7 ડિસેમ્બરના રમાશે. જ્યારે, આ સીરીઝની છેલ્લી મેચ 10 ડિસેમ્બરના રમાશે. ભારત-બાંગ્લાદેશ સીરીઝની ત્રણેય મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ 14-18 ડિસેમ્બર વચ્ચે ચિત્તાગોંગના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ઢાકામાં 22-26 ડિસેમ્બર વચ્ચે રમાશે.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ