ભારતે T20 સીરીઝનીની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવી દીધું હતું. આ મેચમાં સાઉથ આફ્રિકાએ 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. આ અડધી સદીની મદદથી સૂર્યકુમારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવ 4 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર 33 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગની મદદથી તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો હતો. ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધવનના નામે હતો. હવે સૂર્યકુમાર ટોચ પર પહોંચી ગયા છે.

સૂર્યકુમારે આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 695 રન બનાવ્યા છે. જ્યારે ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. આ મામલામાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલીએ 2016 માં 641 રન બનાવ્યા હતા. આ મામલે રોહિત શર્મા ચોથા સ્થાન પર છે. રોહિતે 2018 માં 590 રન બનાવ્યા હતા.

એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ T20 રન

695 – સૂર્યકુમાર યાદવ (2022)*

689 – શિખર ધવન (2018)

641 – વિરાટ કોહલી (2016)

590 – રોહિત શર્મા (2018)