સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ દ્વારા ગઈ કાલના હોંગકોંગ અને ભારત સામે રમાયેલી મેચમાં શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવે પણ આ જ ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેમની તોફાની ઈનિંગ્સના આધારે ટીમ ઈન્ડિયાએ જોરદાર સ્કોર બનાવ્યો, જેના કારણે ટીમ જીતી ગઈ અને ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022ના સુપર 4માં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટના એશિયા કપમાં ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તેઓ આ મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે, કારણ કે તેમની પહેલા અફઘાનિસ્તાનના નજીબુલ્લાહ ઝદરાને બાંગ્લાદેશ સામે 6 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે સૂર્યકુમાર યાદવ આ રેકોર્ડ તેમની સાથે શેર કર્યો છે.
સૂર્યકુમાર યાદવે બુધવારે T20 એશિયા કપની મેચમાં ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન તરીકે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સૂર્યકુમારે બુધવારે હોંગકોંગ સામે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અન્ય કોઈ ભારતીય બેટ્સમેને પુરુષોની T20 એશિયા કપની મેચમાં ત્રણથી વધુ સિક્સર ફટકારી નથી. આ મેચમાં સૂર્યકુમારે 26 બોલમાં 68 રન બનાવ્યા હતા.
એટલું જ નહીં, સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં T20 મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. તેણે આ મેચમાં કુલ 12 (ચોગ્ગા અને સિક્સર મળી) ફટકાર્યા છે અને આ યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. સબ્બીર રહેમાને 2016 એશિયા કપમાં એક મેચમાં કુલ 13 (ચોગ્ગા અને સિક્સર મળી) ફટકાર્યા હતા. તિલકરત્ને દિલશાને 11 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા અને શિખર ધવને 2016 એશિયા કપમાં એક મેચમાં 10 બાઉન્ડ્રી ફટકારી હતી.