હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-0 થી જીતી લીધી છે. મંગળવારે સીરીઝની છેલ્લી મેચ વરસાદને કારણે વિક્ષેપિત રહી હતી અને ડકવર્થ-લુઈસ નિયમના આધારે મેચ ટાઈ થઈ હતી. આ મેચ ટાઈ થયા બાદ જ હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશીપમાં ભારતને ટી20 સીરીઝમાં જીત અપાવી હતી. તે જ સમયે, આ જીતની સીરીઝમાં અદ્ભુત પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ પણ વિરાટ કોહલીની સાથે ખૂબ જ ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.

વાસ્તવમાં, ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની આ સીરીઝમાં બેટિંગ દરમિયાન 100 થી વધુની એવરેજ છે. આ પ્રથમ વખત હતો જ્યારે ટી-20 સીરીઝમાં તેની બેટિંગ એવરેજ 100 થી વધુ હતી. આમ કરવાથી તે વિરાટ કોહલીની સાથે ક્લબમાં સામેલ થનાર 8 મો ભારતીય ખેલાડી બની ગયો છે.

આ મામલામાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. વાસ્તવમાં ટી-20 સિરીઝમાં વિરાટ પાંચ વખત વિરાટ કોહલીની એવરેજ 100 વધુ રહી છે. અને વિરાટ બાદ કેએલ રાહુલે બે વાર આ કારનામું કર્યું છે.

ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં સૂર્યકુમાર યાદવનું બેટ ઘણું બોલ્યું છે. તેણે આ સીરીઝની બીજી T20 મેચમાં 51 બોલમાં 111 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સીરીઝ પહેલા સૂર્યકુમાર યાદવે પણ T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી અને ત્રણ અડધી સદી ફટકારી હતી.

T-20 સીરીઝમાં 100 થી વધુની સૌથી વધુ એવરજ ધરાવનાર ભારતીય ખેલાડીઓ

વિરાટ કોહલી – 5 વખત

કેએલ રાહુલ – 2 વખત

દીપક હુડ્ડા – 1 વખત

સૂર્યકુમાર યાદવ – 1 વખત

શ્રેયસ અય્યર – 1 વખત

મનીષ પાંડે – 1 વખત

સુરેશ રૈના – 1 વખત

હાર્દિક પંડ્યા – 1 વખત