સાઉથ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતે ૨-૧ થી સીરીઝ પણ ગુમાવી પડી હતી. પરંતુ આ સીરીઝમાં અનેક વિવાદો સામે આવ્યા હતા. તેમાં પણ ખાસ કરીને વિરાટ કોહલી ડીઆરએસ સીસ્ટમ સામે સવાલ પૂછતા પણ જોવા મળ્યા હતા. તેના કારણે તેમની દરેક જગ્યાએ આલોચના કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને સાત વિકેટથી હરાવી ટેસ્ટ મેચ પોતાના નામે કરી હતી. આ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીઆરએસમાં નોટઆઉટ અપતા મોટો વિવાદ થયો હતો. તેમાં વિરાટ કોહલી સહિત સમગ્ર ભારતીય ખેલાડીઓ દ્વારા આ નિર્ણય ગુસ્સો જાહેર કરવામાં આવ્યો હતો અને તેને લઈને ખાસ વિવાદ ઉભો થયો હતો. જ્યારે આ વિવાદને ઈને ભૂતપૂર્વ ખેલાડી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકોલ વોન દ્વારા આ વિવાદ લઈને નિવેદન આપતા જણાવ્યું છે કે, આ વિવાદ બાદ તેમને ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવાની સાથે તેમને દંડ ફટકારવો જોઈએ. આઈસીસીએ આ મામલામા હસ્તક્ષેપ કરવો જોઈએ કેમકે મેદાન પર આવી રીત વર્તન યોગ્ય નથી. તેના લીધે આઈસીસીએ તેમને દંડ ફટકારવાની સાથે સસ્પેન્ડ પણ કરવા જોઈએ.

આ સિવાય ભારતે આપેલ 212 રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગમાં ૩ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. કિંગન પીટરસને શાનદાર ૮૧ રન બનાવ્યા હતા. જ્યારે રાસી વેન ડેર ડુસેને ૪૧ અને ટેમ્બા બાવુમાએ ૩૨ રનનું મહત્વનું યોગદાન આપી ટીમને શાનદાર જીત અપાવી દીધી હતી. તેની સાથે સાઉથ આફ્રિકાએ આ સીરીઝ ૨-૧ થી પોતાના નામે કરી લીધી હતીં.