અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી રમાવનારી 2022 T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વરિષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં સલીમ સફી નવો ચહેરો છે.

2022 T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમ – મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, રહેમાતુલ્લા ગુરબાઝ, નજીબુલ્લાહ ઝદરાન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, દરવેશ રસુલી, ફરીદ અહેમદ, ફઝલહક ફારૂકી, હઝરતુલ્લાહ ઝઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, કૈસ અહેમદ, સલીમ સફી અને ઉસ્માન ગની.

પહેલા યજમાન દેશ ઓસ્ટ્રેલિયાએ તેની T20 ટીમની જાહેરાત કરી. આ પછી ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, નામિબિયા, નેધરલેન્ડે પણ પોતાની ટીમો પસંદ કરી છે. બુધવારે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશે પણ પોતાની ટીમની જાહેરાત કરી હતી. હવે અફઘાનિસ્તાને પણ પોતાની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી દીધી છે.