વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સુનીલ નારાયણે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે. T20 ફોર્મેટમાં તેનો રેકોર્ડ સારો છે. તાજેતરમાં જ નરીને ભારતીય કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે, રોહિત ક્યારેય આઉટ ઓફ ફોર્મ દેખાતો નથી. વિરાટ કોહલી અને રોહિતની સરખામણીના સવાલ પર નારાયણે જવાબ આપ્યો છે.

સુનીલ નારાયણે રોહિતના વખાણ કર્યા હતા. ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર તેણે જણાવ્યું છે કે, રોહિત ગુણવત્તાયુક્ત ખેલાડી છે. તેમાં કોઈ શંકા નથી કે તેના અંદર ક્ષમતા છે અને જ્યારે તે રમવાનું શરૂ કરે છે ત્યારે તે જોવા માટે શ્રેષ્ઠ બેટ્સમેન બની જાય છે. તે હંમેશા ફોર્મમાં હોય છે. તેનો આઈપીએલ રેકોર્ડ સારો છે અને તે ભારત માટે પણ સારો દેખાવ કરી રહ્યો છે.

તેમણે રોહિત અને વિરાટ કોહલીની સરખામણી પર જણાવ્યું છે કે, “લોકો આ બધી વાતો કરવા પસંદ કરે છે. જ્યારે તેઓ સારું કરી રહ્યા હોય ત્યારે તે હંમેશા સરખામણી કરવામાં આવે છે કે કોણ શ્રેષ્ઠ છે. દરેક ખેલાડી પોતાની રીતે સારો છે.

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલી બ્રેક પર હતા. તે લાંબા સમયથી ફોર્મમાં નહોતા. જેના કારણે વિરાટને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની સરખામણી અન્ય ખેલાડીઓ સાથે ઘણી થાય છે. તેમ છતાં વિરાટ કોહલીએ વાપસી કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે એશિયા કપમાં સારો દેખાવ કર્યો હતો. તેમ છતાં ટીમ ઈન્ડિયા જીત હાંસલ કરી શકી ન હતી. સુપર ફોરમાં તેને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી હતી.