T20 World Cup 2022 : ઝિમ્બાબ્વેએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી, આ ખેલાડીને મળી કેપ્ટનશીપ

T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ઝિમ્બાબ્વેએ હવે T20 વર્લ્ડ કપ 2022 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટી-20 વર્લ્ડ કપ 2022 માં એર્વિન ક્રેગ ઝિમ્બાબ્વેની કેપ્ટનશીપ કરશે. તેના સિવાય બર્લ રેયાન, ચકબવા રેગિસ, ચતારા ટેન્ડાઈ, ઈવાન્સ બ્રેડલી જેવા ખેલાડીઓ આ ટીમનો ભાગ હશે. જ્યારે ભારત સામેની સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રઝા સિકંદર પણ આ ટીમનો ભાગ હશે.
T20 વર્લ્ડ કપ 2022 માટે ઝિમ્બાબ્વે ટીમ-
એર્વિન ક્રેગ (કેપ્ટન), બુર્લે રાયન, ચકબવા રેગિસ, ચતારા ટેન્ડાઈ, ઈવાન્સ બ્રેડલી, જોંગવે લ્યુક, મદાંડે ક્લાઈવ, માધવેરે વેસ્લી, મસાકાદઝા વેલિંગ્ટન, મુન્યોંગા ટોની, મુજરબાની બ્લેસિંગ, નાગરવા રિચાર્ડ, રઝા એલેક્ઝાન્ડર, શુમ્બા મિલ્ટોન, વિલિયમ સીન.
નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન હશે જ્યારે લોકેશ રાહુલ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. જ્યારે, એશિયા કપ 2022 માં શાનદાર પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહ પણ ભારતીય ટીમનો ભાગ હશે. મોહમ્મદ શમી, દીપક ચહર, ઉમરાન મલિક અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે, મોહમ્મદ શમી, દીપક ચહર અને શ્રેયસ અય્યર ભારતીય ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે ઓસ્ટ્રેલિયા જશે.