ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, તેમને જણાવ્યું છે કે, તે ઈચ્છે છે કે, બેન સ્ટોક્સ જેટલા સંભવ હોઈ શકે, ઉપર બેટિંગ કરે, જેથી ઓલરાઉન્ડરની ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટી20 મેચ પહેલા જોસ બટલરે કહ્યું હતું કે, બેન સ્ટોક્સ એવો ખેલાડી છે જે સરળતાથી મેચનો માર્ગ બદલી શકે છે. એટલા માટે અમે તેમને શક્ય તેટલી વધુ તકો આપવા માંગીએ છીએ.

ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના જણાવ્યા અનુસાર, લિયામ લિવિંગસ્ટોન હાલમાં પગની ઘૂંટીમાં ઈજાના કારણે ટીમ સાથે નથી. જો કે લિયામ લિવિંગસ્ટોન ટી20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બનશે કે કેમ તે પછીથી નક્કી થશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આશા વ્યક્ત કરી કે લિયામ લિવિંગસ્ટોન T20 વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જશે. નોંધપાત્ર વાત એ છે કે, જોસ બટલર પાકિસ્તાન સામેની સીરીઝમાં ટીમનો ભાગ નહોતો, પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. જોસ બટલરે જણાવ્યું છે કે, હવે હું 100 ટકા ફિટ છું. પાકિસ્તાનમાં પુનર્વસન કરવાનો આ સારો સમય હતો, અગાઉ રમી શક્યો હોત, પરંતુ મને લાગે છે કે, રમવાનો યોગ્ય સમય હવે છે.

વાસ્તવમાં, હવે જોસ બટલર ઈજા બાદ પરત ફર્યો છે, તે જોવાનું રહેશે કે તે ક્યાં બેટિંગ કરશે, કારણ કે ફિલ સોલ્ટ અને એલેક્સ હેલ્સે પાકિસ્તાન સામેની શ્રેણીમાં ઓપનિંગની ભૂમિકા ભજવી હતી. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જોસ બટલર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે કે પછી તે ઓપનર તરીકે જોવા મળશે. જોસ બટલરે કહ્યું કે અમારી પાસે ટોપ ઓર્ડરમાં શાનદાર બેટ્સમેન છે. અમારા ટોપ ઓર્ડરના મોટાભાગના બેટ્સમેન સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે ફિલ સોલ્ટ અને એલેક્સ હેલ્સ બંને ઓપનર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે.