ટી-20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 16 ઓક્ટોબરે રમાશે. જો કે ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. તેમજ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ભૂતકાળમાં મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2022 માંથી બહાર થઈ ગયો હતો.

જ્યારે, હવે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપ 2022 માં ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોહમ્મદ શમી આગામી 3-4 દિવસમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. વાસ્તવમાં, જસપ્રિત બુમરાહની ઈજા પછી એવું માનવામાં આવી રહી હતી કે, આ ટૂર્નામેન્ટમાં જસપ્રિત બુમરાહનું સ્થાન ઉમરાન મલિક અથવા મોહમ્મદ શમી લઇ શકે છે, પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટી20 વર્લ્ડ કપ 2022માં મોહમ્મદ શમી જસપ્રિત બુમરાહનું રિપ્લેસમેન્ટ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ભારતે 23 ઓક્ટોબરે પ્રથમ મેચ રમવાની છે, પરંતુ તે પહેલા જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યું છે. ભારતીય ટીમ ગુરુવારે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જ્યારે હવે ભારતીય ટીમે પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પર્થના WACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ખેલાડીઓનો ફોટો શેર કર્યો છે.