આવતા મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ મેચો 10 થી 19 ઓક્ટોબર દરમિયાન રમાશે. T20 વર્લ્ડ કપ માટે કુલ 15 વોર્મ-અપ મેચો રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અહીં બે વોર્મ-અપ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે અને બીજી મેચ ન્યુઝીલેન્ડ સાથે થશે.

T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 16 ટીમો વોર્મ-અપ મેચ રમશે. જે ટીમો પ્રથમ રાઉન્ડ (વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડ) માં ભાગ લઇ રહી છે તેમની મેચ 10 થી 13 ઓક્ટોબરની વચ્ચે મેચ રાખવામાં આવી છે. આ તમામ મેચો મેલબોર્ન અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્યાર બાદ ટીમો સીધી સુપર-12 રાઉન્ડમાં રમશે, તેમની વોર્મઅપ મેચો 17 અને 19 ઓક્ટોબરના રમાશે.

વોર્મઅપ મેચ શેડ્યૂલ

10 ઓક્ટોબર

  1. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ UAE
  2. સ્કોટલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ
  3. શ્રીલંકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે

11 ઓક્ટોબર

  1. નામિબિયા વિરુદ્ધ આયર્લેન્ડ

12 ઓક્ટોબર

  1. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ નેધરલેન્ડ

13 ઓક્ટોબર

  1. ઝિમ્બાબ્વે વિરુદ્ધ નામિબિયા
  2. શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ
  3. સ્કોટલેન્ડ વિરુદ્ધUAE

17 ઓક્ટોબર

  1. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
  2. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  3. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
  4. અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ

19 ઓક્ટોબર

  1. અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન
  2. બાંગ્લાદેશ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  3. ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ

ક્વોલિફાયર રાઉન્ડ 16 ઓક્ટોબરથી શરૂ થશે

T20 વર્લ્ડ કપમાં, પ્રથમ રાઉન્ડ (ક્વોલિફાયર) ની મેચો 16 થી 21 ઓક્ટોબર સુધી રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. આમાંથી 4 ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચશે. T20 વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.