ટી20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવશે. T-20 વર્લ્ડ કપ 2022 ની યજમાની ઓસ્ટ્રેલિયાના હાથમાં છે. T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ટીમોએ તેમની ટીમની યાદી ICC ને સુપરત કરવી પડશે, જેના માટે ICC દ્વારા ટૂંક સમયમાં અંતિમ તારીખની જાહેરાત કરવામાં આવશે.

ટી20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત 15 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે. ઈનસાઈડ સ્પોર્ટ્સના સમાચાર મુજબ, દરેક ટીમે 15 સપ્ટેમ્બર સુધીમાં પોતાની ટીમ આઈસીસીને સોંપવી પડશે. જોકે સત્તાવાર રીતે તારીખની જાહેરાત થવાની બાકી છે.

ટીમ ઈન્ડિયા આ T20 વર્લ્ડ કપ 2022 પહેલા 4 T20 સીરીઝ રમવાની છે. આ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. ભારતે 15 સપ્ટેમ્બર પહેલા 3 T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક એશિયા કપ રમવાનો છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે આવતા મહિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝ પછી ટોપ 15-20 ખેલાડીઓની યાદી તૈયાર થઈ જશે.

T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. આ વખતે T20 વર્લ્ડ કપ 2022 માં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પ્રથમ ICC ટૂર્નામેન્ટ પણ હશે. ગત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું..