બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે અહીં 16 ગોલ્ડ દાવ પર હતા, જેમાં ઓસ્ટ્રેલિયાને 8 ગોલ્ડ મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આ 8 ગોલ્ડ તેમજ 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ કબજે કર્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસે કુલ 16 મેડલ સાથે નંબર વન પર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા સહિત 9 દેશો પ્રથમ દિવસે મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. અહીં ભારતના હાથ ખાલી જ રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડ 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે કુલ 7 મેડલ સાથે મેડલ ટેબલમાં બીજા સ્થાન પર છે. યજમાન ઈંગ્લેન્ડ અહીં ત્રીજા સ્થાને રહ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ દિવસે 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ કબજે કર્યા હતા. ઈંગ્લેન્ડને કુલ 10 મેડલ મળ્યા છે. આ ટોપ-3 દેશો સિવાય કયા કયા દેશોને મેડલ મળ્યા, જુઓ અહીં…

નંબર દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ ટોટલ
1 ઓસ્ટ્રેલિયા 8 4 4 16
2 ન્યુઝીલેન્ડ 3 3 1 7
3 ઇંગ્લેન્ડ 2 5 3 10
4 કેનાડા 1 2 1 4
5 સ્કોટલેંડ 1 1 4 6
6 બર્મુડા 1 0 0 1
7 વેલ્સ 0 1 1 2
8 સાઇપ્રસ 0 0 1 1
9 નોર્ધન આર્યલેન્ડ 0 0 1 1