ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરવા જઈ રહ્યો છે. આ સીરીઝમાં બુમરાહ ઉપરાંત હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી પણ વાપસી કરી રહ્યા છે. T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવાની છે.

ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ, શમી. હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ

સાઉથ આફ્રિકા સામેની T-20 સીરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ

ટીમ ઈન્ડિયા અલગ-અલગ કોમ્બિનેશન અજમાવશે

બંને ઘરેલું શ્રેણીમાં, ભારતીય ટીમ વિવિધ ઝડપી અને સ્પિન બોલરો સાથે બેટિંગના વિવિધ સંયોજનો અજમાવી શકે છે. બેટિંગ ઓર્ડર પણ બદલી શકાય છે. અહીં ટીમ એ જાણવાનો પ્રયત્ન કરશે કે, કેટલા બેટ્સમેન, કેટલા બોલર અને કેટલા ઓલરાઉન્ડર સાથે તેમને વર્લ્ડ કપમાં પ્લેઇંગ-11 ઈલેવન ઉતરવું સારું રહેશે.