ટી-20 વર્લ્ડ કપ 2022 માટે બધી ટીમો તૈયારી કરી લીધી છે. તેના માટે દેશોએ પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર છે. BCCI રવિવારે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. રવિવારે બપોરે આ અંગે પસંદગી સમિતિની બેઠક યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાની જાહેરાત રવિવારે થઈ શકે છે.

T20 વર્લ્ડ કપ 2022 નું આયોજન 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં છે. તેમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે, જે 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. આ અંગે ભારતે રવિવારે ટીમ જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ સિલેક્શન કમિટી રવિવારે બપોરે આ અંગે બેઠક કરશે. આ પછી ટીમ જાહેર કરી શકે છે.

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. સુપર ફોરમાં તેને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તેથી ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી ઘણી વિચારણા કર્યા બાદ કરશે. સંજુ સેમસનને તેમાં તક મળી શકે છે. સેમસનને હજુ વધારે તક મળી નથી. તે જ સમયે, ઋષભ પંતને વારંવાર તકો મળી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં.

T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત/સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ,ભુવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા.