ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે ૧૮ જૂનથી ઇંગ્લેન્ડના સાઉથમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયાએ ફાઈનલથી પહેલા ગુરુવારના એજીયસ બાઉલથી સટે મેદાન પર પ્રથમ વખત પ્રેક્ટિસ શરૂ કરી છે. ભારતીય ખેલાડીઓ ત્રણ જૂનના ફાઈનલ મેચ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા.

આ પ્રથમ તક હતી જ્યારે ખેલાડીઓને પોતાના સાથીઓ સાથે મેદાન પર ઉતરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ અગાઉ બ્રિટન પહોંચ્યા બાદ તેમને ત્રણ દિવસ સુધી સખ્ત આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું ત્યાર બાદ તે અલગ-અલગ સમયમાં જીમ્નેશિયમ જતા હતા અથવા મેદાન પર અભ્યાસ કરવા માટે આવતા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડે અભ્યાસ સત્રનું ટૂંકો વિડીયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. BCCIએ લખ્યું છે કે, “અમે પ્રથમ વખત ગ્રુપમાં પ્રેક્ટિસ કરી હતી અને બધા ઉત્સાહિત હતા. WTC ફાઈનલ માટે ભારતીય ટીમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.”

ખેલાડીઓએ નેટ પર સંપૂર્ણ સમય પસાર કર્યો અને વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત જેવા ખેલાડીએ પુરતા સમય સુધી બેટિંગ કરી હતી. બોલરોએ પણ ખૂબ પ્રેક્ટીસ કરી હતી. બધા મુખ્ય બોલરો ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને પ્રેક્ટીસ સેશનમાં ભાગ લીધો છે. નેટ પ્રેક્ટીસ સેશન બાદ ફિલ્ડીંગ કોચ આર શ્રીધરે ખેલાડીઓને કેચની પ્રેક્ટીસ કરાવી હતી.